કાણોદર મોમીન સમાજ એટલે વર્ષો પહેલા હિંદુ ધર્મમાં રહેલી વિવિધ જાતિઓ અને વર્ગોમાંથી ફૂક શીકન પીર કબિરુદ્દીનનાં હાથે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી મુસલમાન બનેલો જન સમુદાય, પરિવર્તન કર્યા છતાં હજુ સુધી મૂળ હિંદુ જાતિના રીતરીવાજો તેમનાથી ભુલાયા ન હોઈ સારા માઢા કે માંગલિક પ્રસંગે એ જ જુના રીત રીવાજો સમાજમાં જોવા મળે છે, એના અનુસાંધાને આજે પણ વેવીશાળ (સગાઇ), લગ્ન (શાદી), મામેરૂ (દીકરીને ઘેર લગ્ન પ્રસંગે પિતા તરફ થી વારસાને બદલે ઉચક કૈક અપાતા નાણાં, અને દીકરી ભાણેજ અને જમાઈને કર કરીયાવર રીત-રિવાજ મુજબ કરાતાં કાપડાંઓના ઓઢામણાં), સીમંત (ગોદ ભરાઈ), જીયારૂ (કન્યાદાન) વગેરે પ્રસંગોએ આજ પણ તેમાં હિંદુ જાતિના રીતરિવાજોની ઝલક જોવા મળે છે.