સગાઇ (Half Marriage)
સગાઇ દીકરી અને દીકરા બંને પક્ષોવાળા આપસમાં મેળવીને નક્કી કરતા હોઈ છે કે મારી સામાજીક પ્રતિષ્ઠા પ્રમાણે મારી વેવાઈ ની પ્રતિષ્ઠ ઠીક લગતી હોઈ તો બંને ભેગા થઇ દીકરી આપીને દીકરી લેતા હોઈ છે આને સતા પ્રથા કહેવાય. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્રથા લુત્પ થતી જાય છે. આ પદ્ધતિમાં બંને દીકરા એકબીજાના (બનેવી) જીજાજી થાય જેથી કરીને સામાજીક અને લગ્ન જીવમાં બંને પક્ષે સંતુલન જળવાઈ રહે. કોઈ કોઈને અન્યાય કરવા જાયતો એને પણ એટલે કે અન્યાય કરનાર ને પણ અન્યાય સહન કરવો પડે. જુના જમાનામાં રાજા નવાબોના રાજમાં તોપાચી (તોપમાં દારૂગોળો ભરનાર અને ફોડનાર) તરીકેની નોકરી જેમાં બે માણસોની જરૂર પડતી હોઈ એવા માણસોની ભરતી કરાતી કે જે બંને એકબીજાના બનેવી હોય જેથી કોઈ દગો કરીને દારૂગોળો ભરતી વખતે બીજો માણસ ઉતાવળ કરી સળગતો કાકડો નાખી તોપ ફાડી ન દે. હવે સુધરતા જમાનામાં સાટા પ્રથાને બદલે એક બીજા ની આર્થિક, સામાજીક, શારીરિક અને શૈક્ષણિક્ ગુણદોષો ધ્યાનમાં લઇ યોગ્ય પાત્ર શોધી સગાઇ થાય છે.
સગાઇ ના પ્રસંગે છોકરી ને છોકરાના પક્ષેથી ઓહડી (ચંડી મોટી ગળા ફરતી રીંગ) પહેરવામાં આવે છે. ઓહ્ડી ની સાથે ખોપરાની કાચલીમાં ગોળ ભરી કન્યાને અપાય છે અને છોકરા પક્ષે સગાઇમાં ભાગ લેનારાઓને ગોળ વહેચી મોઢું મીઠું કરાવાય છે અને છોકરા પક્ષેથી છોકરીને બે જોડી કપડાની ભેટ આપવામાં આવે છે. આ બાથી પ્રથા પણ હવે ઓસરતી જાય છે.