Kanodar - કાણોદર

Wide spread village

HOME
Education
Religion
Traditions (રીત-રિવાજ)
Image Gallery
Services (સેવાઓ)
Events & Activities
Businesses
Honorable Personalities
Community Info
Contact Us
Links
Your Database
Newsletter
Check E-mail
Kanodar Death Info

કાણોદર ગામની ઐતિહાસિક માહિતી

1.      કાણોદર ગામનું ક્ષેત્રફળ ૧૯૪૭ એકર ૭ ગુંઠા છે.

 

2.      કાણોદર ગામનું નામ વારસો પહેલા ગામનું નામોનિશાન ના હતું તે સમયે કાણો  પટેલ (કળબી) રહેતો હતો તેના નામ પરથી કાણોદર થયું.

 

3.      આજથી ૬૦૦ વર્ષ પહેલા ઈરાનથી હિન્દુસ્તાનમાં જનાબ સૈયદ શદરુદ્દિંન્ સાહેબ આવેલા તેમણે ચમત્કાર બતાવીને હિન્દુમાંથી મોમીન કર્યા.

 

4.      કાણોદર ગામનો વસવાટ થયેથી વારસામાં હાથવણાટનો વ્યવસાય મળેલ હતો જે લોકોની  રોજીરોટીનો મુખ્ય આધાર હતો.

 

5.      નવાબ સાહેબ ૧૮૪૧ માં હાથવણટ ઉપરથી એક્ષાઈઝ ડયુટી માફ કરી હતી તથા ૧૯૬૯ માં બ્રિટીસ ગવર્મેન્ટ પણ એક્ષાઈઝ ડયુટી માફ કરી હતી.

 

6.      આઝાદી પછી પંચાયતની સ્થાપના ૦૭-૦૭-૧૯૫૨ માં થઇ હતી.

 

7.      ગુજરાતી શાળાની સ્થાપના ઈ. સ. ૧૮૭૪ માં થઇ હતી.

 

8.      એસ. કે. એમ. હાઈસ્કુલની સ્થાપના ઈ. સ. ૧૯૫૯ માં થઇ હતી.

 

9.      જૂનામાં જુનું ધાર્મિક સ્થળ જૂની મસ્જીદનની સ્થાપના ઈ.સ. ૧૭૮૬ માં થઇ હતી.  

 

10.  કાણોદારનું જુનું ઈદગાહ જુના કાબ્રસ્થાનમાં છે.

 

11.  કાણોદરમાં પ્રથમ ચૂનાના સ્લેબનું કામ નવી મસ્જીદમાં થયું.

 

12.  કાણોદરમાં પ્રથમ સિમેન્ટ સ્લેબનું કામ ગ્રામ પંચાયતમાં થયું.

 

13.  કાણોદર હાથવણાટના વ્યવસાયમાં બનાસકાંઠા જીલ્લાનું માન્ચેસ્ટર હતું.

 

14.  કાણોદરમાં પોસ્ટ ઓફીસ ૧૯૬૨ માં આવી.

 

15.  કાણોદરમાં ઈલેટ્રીક સપ્લાય ૧૯૬૫ જોડવામાં આવી.

 

16.  કાણોદરમાં સૌથી પ્રથમ દવાખાનું શરમહંમદખાન ડીસ્પેન્સરી સ્થાપના ૧૯૨૩ બનાસકાંઠા જીલ્લાનું ઈ-૧ નંબર ધરાવતું પ્રથમ ચેરીટેબલ ટ્રસ્ટ્ છે.