ચોરસ દુનિયા – ૪ (ઝિંદાને શામ – Syria)
આ લેખમાળાના અગાઉના ત્રણ ભાગમાં મેં કેટલાંક પાત્રોનું નામાભિધાન (અ,બ,ક,ડ,ઈ)તરીકે કર્યું હતું. એ પાત્રોની કરૂણ કહાનીઓ કાલ્પનિક નહિ, વાસ્તવિક હકીકતો ઉપર આધારિત હતી. મેં અગાઉ સ્પષ્ટ કર્યા મુજબ એ પાત્રોનાં સાચાં નામ ભલે ન આપ્યાં હોય, પણ મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું હતું; પણ અહીં મારા વિષયના આ ચોથા અને છેલ્લા ભાગમાં સ્પષ્ટ અને ખુલ્લી રીતે નામો આપવામાં અચકાઈશ નહિ. આ ઘટના એ ઐતિહાસિક સત્ય છે અને આખી દુનિયા અને ખાસ કરીને શીઆ મુસ્લીમો માટે પરિચિત એવી ‘કરબલાની કરૂણાંતિકા’ ની અહીં વાત કરવાની છે. કરબલાના મેદાનમાં હજરત ઈમામ હુસૈન (અ.સ.)અને તેમના વફાદાર સાથીઓની શહાદત લોકોના માનસપટમાં ચૌદસો વર્ષ થયાં હોવા છતાં હજુ જીવંત છે અને તેમને અનુસરનારાઓનાં દિલો આજે પણ તેમના ઉપર થએલા જુલ્મોને યાદ કરીને અપાર વેદના અનુભવે છે. આગળ વાચો. . .