મામેરૂ
મામેરૂ-દીકરીને માતા-પિતાની માયા અને પ્રેમ દર્શાવતી કરીયાવર રૂપે તેના ઘેર લગ્ન પ્રસંગે અપાતી ભેટ. દીકરીને જો પિયર પક્ષમાંથી એમની પહોંચ પ્રમાણે મામેરૂ ન અપાય તો તો તેને તેની સાસુ નણંદના મેઁણા ટાંણા સંભાળવા પડતાં પરંતુ હવે એવું રહ્યું નથી. મોટે ભાગે દીકરી પરણે એ વખતે એક વખત પિતૃ પક્ષેથી મામેરું આવતું જેમાં દીકરીને તેમજ ભાણેજ (દીકરીની ઓલાદ) ને કપડાનો જોડો જમાઈ ને સાલ અને વેવાઈને ખેસ અને વેવાણને સાડલાના ઓઢામણાં થતાં અને પિતાની હેસીયત મુજબ રોકડા રકમ અપાતી. સમગ્ર લગ્નના અવસરમાં મામેરાનો પ્રસંગ એ ખુબ જ હેત અને ઉષ્માભર્યો અગત્યનો ભાગ ગણાતો. ઈતિયાસમાં કુંવરબાઇનું મામેરૂ આજે પણ પ્રખ્યાત છે.