લગ્ન (પાણી ગ્રહણ)
લગ્ન જુના જમાનામાં એટલે કે દેશ આઝાદ થયો તે પહેલાં મોટા ભાગે બાળલગ્નો થતાં અને એને કારણે ઘણીજ મુશ્કેલીયો તેમજ વાંધાવચકાને જઘડા પાછળથી ઉભા થતા. પરંતુ હાલમાં હવે એ પ્રથા નાબુદ થઇને છોકરા છોકરી પસંદગીના લગ્નો થાય છે. જેમાં લગભગ એકબીજાને યોગ્ય પાત્ર મળી રહે છે. લગ્નની શરૂઆતમાં કન્યા પક્ષવાળાએ સમાજમાંથી (જમાત) પોતાને ઘેર લગ્ન પ્રસંગ યોજાવાની લેખિત પરમીશન લેવી પડતી હોય છે અને તે પરમીસન લઇ કન્યા પક્ષના ૧૧ - અગિયાર માણસો (લગનીયા) વરપક્ષના ઘરે જઈને સમાજસભાની હાજરીમાં ઘરના મુખ્ય બારણાના ઉપરના ભાગે આ લેખિત પરમીસન ચૌટાંડવાની હોય છે અને ત્યાંથી લગ્ન પ્રસંગની શરૂઆત થાય છે. અને ત્યારે ચાહ કે શરબત પી ને બધા વિખરાય છે. બીજે દિવસે વાર પક્ષેથી વરઘોડો લઈને કન્યાને ઘેર જવાનું હોય છે. ત્યાં વાર અને તેના પાચ મિત્રોને કન્યા પક્ષવાળા જમાડતા હોય છે. અને જમણબાદ નીકાહ્ખાની ની ધ્રામિક વીધી થાય છે. જેમાં કન્યાની વર સાથે લગ્નજીવનથી જોડાવાની મંજુરીને લઇ ચાર માણસો (બે વર પક્ષના બે કન્યા પક્ષના ભેગા થઇ મોલવીને કન્યાની કબુલાતની વાત જણાવે છે અને સાક્ષી રહે છે. એટલે મોલવી સાહેબ વર પાસેથી કન્યાને આપવામાં આવતી મહેરની રકમ નક્કી કરાવી લે છે તે રકમ કન્યા મંજુર કરે એટલે મોલવી સાહેબ વર કન્યા નાં નિકાહ પઢાવે છે. ત્યારબાદ કન્યાને એના પિત્રુપક્ષવાળા વરઘોડાની સાથે વિદાય કરે છે. વરના પિતા સમાજને લગ્નની ખુશીમાં જમણ (વલીમો) ની દાવત આપી જમાડે છે. એ વખતે સમાજના લોકો અને સગા-વ્હાલાં વરકન્યાને ભેટ રૂપે રોકડ રકમ કે ભેટ સોગાત આપતા હોય છે.